ઝોનકક્ષા કલા ઉત્સવ જૂનાગઢ- ૨૦૨૫નું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું
જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા જૂનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઝોન કક્ષાના કલાઉત્સવ ૨૦૨૫ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ મુકામ ખાતે કરવામાં આવ્યું હતું. તે અ
જોન કલા ઉત્સવ


જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા જૂનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઝોન કક્ષાના કલાઉત્સવ ૨૦૨૫ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ મુકામ ખાતે કરવામાં આવ્યું હતું.

તે અંતર્ગત ધોરણ ૦૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું આયોજન એન.સી.ઈ.આર.ટી. નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે. કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનું છે. જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં ઝોન કક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં સૌરાષ્ટ્રના કુલ ૬ જિલ્લા પૈકી જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથના કુલ ૧૨૫ સ્પર્ધકએ અલગ અલગ ૧૨ પ્રકારની કૃતિઓ વ્યક્તિગત અને સામુહિક ટીમ સ્વરૂપે રજુ કરેલ હતી. તમામ અધિકારીઓ, તમામ જિલ્લામાંથી પધારેલા સ્પર્ધકો, માર્ગદર્શક શિક્ષકશ્રીઓનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક મનીષાબેન હિંગરાજિયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ભરતભાઈ મેશીયા, તમામ સીનીયર લેક્ચરરઓ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક મનીષાબેન હિંગરાજિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત તમામ કૃતિઓમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા તેમજ તમામ ભાગ લેનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ પ્રકારની ૧૨ કૃતિઓમાં પ્રથમ ક્રમાંક મેળવેલા સ્પર્ધકોને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૦૫૦ ઇનામની રકમ આપવામાં આવશે.

કાર્યકમના અંતે સામુહિક ભોજન બાદ તમામ સ્પર્ધકોને, પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ઈ.આઈ. દેવેનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande