જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના મેંદરડા ની ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં r.b.s.k ટીમ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે તપાસ કેમ્પ યોજાયો હતો જુનિયર કેજી થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નું વજન ઉચાય અને સ્વાસ્થ્ય તપાસ ડો પાનેલીયા અને ડો કિંજલબેન બાલઘાની ટીમે કરી હતી ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ની તપાસ પીએસસી દેડકિયાળ અને મેંદરડા આરોગ્ય વિભાગ એ કરી હતી સાથે પોષણ અને આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળાના સંચાલક મનીષભાઈ વઘાસીયા અને આચાર્ય મહેશભાઈ બાલાસરાએ જણાવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ