જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) વિસાવદર તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પૈકી રબારીકા પ્રાથમિક શાળાના કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક તરીકે નિયત માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની થાય છે. જેમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર કે એસ.એસ.સી. પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ન મળે તો ધોરણ ૭ પાસ ઉમેદવાર પસંદ થવા પાત્ર ગણાશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલકની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઈએ. જેમાં ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ ભરી સાથે જરૂરી તમામ આધાર પુરાવા સાથે ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી, વિસાવદર ખાતે અરજી મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી રદબાતલ ગણવામાં આવશે.
ઉમેદવારોને રૂબરૂ મુલાકાત પ્રશ્નોત્તરી માટે કચેરી તરફથી રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે જણાવેલ સમય અને તારીખે અચૂકપણે અસલ પ્રમાણપત્રો અને આધાર પુરાવા સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ વિસાવદર મામલતદાર શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ