મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રક વટારીયા વણાંક ઉપર મારી પલ્ટી
-વાલિયા તરફથી આવતા ડમ્પર ચાલકે રોંગ સાઇડ ઉપર સામે આવતા અકસ્માત સર્જાયો -અમૃત સરોવર વાળા નાળા ઉપરથી 15 ફૂટ નીચે ટ્રકનું શીર્ષાસન -ટ્રક પલ્ટી મારતા ચાલક અને કલીનરને થઈ સામાન્ય ઈજાઓ ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર નેત્રંગ રાજ્યધોરીમાર્ગ ઉપર ભારદારી
મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રક વટારીયા વણાંક ઉપર મારી પલ્ટી


મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રક વટારીયા વણાંક ઉપર મારી પલ્ટી


મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રક વટારીયા વણાંક ઉપર મારી પલ્ટી


-વાલિયા તરફથી આવતા ડમ્પર ચાલકે રોંગ સાઇડ ઉપર સામે આવતા અકસ્માત સર્જાયો

-અમૃત સરોવર વાળા નાળા ઉપરથી 15 ફૂટ નીચે ટ્રકનું શીર્ષાસન

-ટ્રક પલ્ટી મારતા ચાલક અને કલીનરને થઈ સામાન્ય ઈજાઓ

ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર નેત્રંગ રાજ્યધોરીમાર્ગ ઉપર ભારદારી વાહનોની અવરજવર વધારે હોય છે જેમાં હાઈવા ચાલકો બેફામ ચાલતા હોય છે ગતરોજ વટારીયા શ્રોફ કોલેજ નજીક વણાંક ઉપર અંકલેશ્વર તરફથી આવતી ટ્રેકની સામેથી આવતા ડમ્પર ચાલકે રોંગ સાઈડ આવતા તેનાથી અકસ્માતથી બચવા ટ્રક ચાલકે ડાબી બાજુ લેવા જતા વરસાદને લઈ જમીન પોચી હોવાથી આખી ટ્રક લોખંડની રેલીંગ તોડી રસ્તાની બાજુમાં કોતરમાં પલ્ટી મારી ગઈ હતી.અકસ્માતના બનાવમાં ચાલક અને કલીનરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

MH 21 DH 9157 નંબરની ટ્રકનો ચાલક સચિન રાજપૂત ખેડાથી ખાતરની 800 ગુણી ભરી હૈદરાબાદ અંકલેશ્વરથી વાલિયા વાળા રસ્તે જતો હતો.વટારીયા ગણેશ સુગર પછી આગળ સવારે પાંચ વાગ્યે જતો હતો તે અરસામાં વાલિયા તરફથી હાઈવાના ચાલકે વણાંક ઉપર સામેથી રોંગ સાઈડે આવતા તેની સાથે અકસ્માતથી બચવા સચિન રાજપૂતએ તેની ટ્રક રસ્તાથી થોડી નીચે ઉતારવા જતા રસ્તાની બાજુમાં હજુ થોડા સમય પહેલા રેલીંગ નાખેલ તેની સાથે 70 ફૂટ ઘસડાઈ અમૃત સરોવરના નાળા ઉપરથી નીચે કોતરમાં પલ્ટી મારી જતા ઊંધે માથે થઈ ગઈ હતી.ટ્રકમાં ભરેલ ખાતરની ગુણો તૂટી ગઈ વેરણછેરણ થઈ જતા મોટાપાયે નુકસાન થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande