શોભાયાત્રા જોગર્સ પાર્ક , ગટટ્ટુ ચોકડી , સરદાર પાર્ક , કમલમ ગાર્ડન થઈ સીઓપી 7 પહોંચશે
ઓપરેશન સિંદુરની થીમ, નાશિક ઢોલ, ફાયરવર્કસ, બલુન શો સાથે ઘુમધામપુર્વક શોભાયાત્રા યોજાશે
શોભાયાત્રામાં વલ્ગર ગીતો ના વગાડવા ,ધૂમ્રપાન ના કરવું ,મદિરાપાન ના કરવું તેમજ મૂર્તિની અવમાન્યા રાખવા નિર્દેશ
ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.)
અંકલેશ્વર જીઆઈડીસીમાં સીઓપી 7ના યુવાનોના ગણેશ યુવક મંડળ દ્વારા 20 ફૂટના ઊંચા ગણપતિદાદાના આગમન માટે ભવ્ય મુખદર્શનની શોભાયાત્રા કાઢવામાં આવનાર હોય વીજ કંપની દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે જરૂરી માર્ગદર્શન ડીઈ જીગ્નેશ પટેલ અને જેઈ ચિરાગ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું.
સીઓપી 7 ના ભવ્ય અને દિવ્ય ગણપતિદાદાની મૂર્તિના સ્થાપન પૂર્વે આગમન માટે તેમની શોભાયાત્રા જોગર્સ પાર્ક , ગટટ્ટુ ચોકડી , સરદાર પાર્ક , કમલમ ગાર્ડન થઈ સીઓપી 7 ડીજેના તાલે યુવાધન ઓપરેશન સિંદુરની થીમ, નાશિક ઢોલ, ફાયરવર્કસ, બલુન શો સાથે ઘુમધામપુર્વક શોભાયાત્રા નીકળશે તેના માટે વીજ કંપનીના અધિકારીઓએ આ યુવાનો સંચાલકો સાથે એક બેઠક કરી હતી.જેમાં તેમને સનાતન ધર્મ વિશે માહિતગાર કરી સાથે સાથે કોઈપણ વ્યક્તિને ઇજા કે કોઈ બનાવ ના બને તેમજ ગણપતિદાદાની શોભાયાત્રામાં વલ્ગર ગીતો ના વગાડવા ,ધૂમ્રપાન ના કરવું ,મદિરાપાન ના કરવું તેમજ મૂર્તિની અવમાન્યા રહે તેવી રીતે આખી શોભાયાત્રા કાઢવામાં આવે તેવું માર્ગદર્શન આપ્યું હતું.
સાથે જીઆઈડીસીમાં વસતા વીજ કંપનીના 15 હજાર ગ્રાહકોને વિના વીજળી રહેવું ના પડે તેના માટે સમયસૂચકતા રાખવી અને વધુ પડતા ઊંચા ડીજે ના રાખવા સૂચન કર્યું હતું.તેમજ ક્યાંક વાયરો ઊંચા કરવા પડે તો તેના માટે રબરના મોજા અને ફાઇબર સ્ટીક રાખી અને અન્ય સુરક્ષા વ્યવસ્થા મંડળના સભ્યોએ રાખવી જોઈએ એકબીજા મંડળનું દેખાદેખી ના કરવી જોઈએ.આપણા સનાતન ધર્મની રક્ષા અને છાજે તેવી રીતે શિસ્ત અને સંયમ પૂર્વક શોભાયાત્રા કાઢવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ