પુણાગામમાં રસોઈ બનાવતાં વેળા ગેસ લીકેજ થતા માતા પુત્ર દાઝયા
સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરના પુણાગામ વિસ્તારમાં ગત રાત્રે એક ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાને કારણે આગ ભડકી ઉઠી હતી. અને જોત જોતામાં આગ ઘરની અંદર પ્રસરવા લાગી હતી. એટલુંજ નહીં તે સમય ઘરમાં હાજર માતા પુત્ર આગની ઝપેટમાં આવી જતા બને દાઝી ગયા હત
પુણાગામમાં રસોઈ બનાવતાં વેળા ગેસ લીકેજ થતા માતા પુત્ર દાઝયા


સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરના પુણાગામ વિસ્તારમાં ગત રાત્રે એક ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાને કારણે આગ ભડકી ઉઠી હતી. અને જોત જોતામાં આગ ઘરની અંદર પ્રસરવા લાગી હતી. એટલુંજ નહીં તે સમય ઘરમાં હાજર માતા પુત્ર આગની ઝપેટમાં આવી જતા બને દાઝી ગયા હતા. જયારે આ ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા રહીશો પણ ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવા આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા પુત્રને દાઝેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આગ પણ ઓલાવવમાં આવી હતી.આગને કારણે ઘર વખરી પણ બળી જવા પામી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુણાગામ હરિજનવાસ ખાતે આવેલ સુરતીનગરમાં રહેતા 50 વર્ષીય રામકલીબેન ઉમેશભાઈ બગલે ગત રાત્રે આશરે 8 વાગ્યે પોતાના ઘરમાં રસોઈ બનાવતા હતા. ત્યારે અચાનક ગેસ લીકેજ થવા લાગતા ઘરમાં આગ લાગી હતી. ત્યારે રામકલીબેન અને તેમનો 25 વર્ષીય પુત્ર રવિ ઉમેશ બગલે આગની ઝપેટમાં આવી ગયા હતા અને દાઝી ગયા હતા, બીજી બાજુ આ ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા પુણાગામ અને ડુંભાલ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સળગતો સિલિન્ડર બહાર કાઢી દેવામાં આવ્યો હતો. જેથી સિલિન્ડર બ્લાસ્ટ થતા રહી ગયું હતું. બીજી તરફ માતા પુત્રને દાઝેલી હાલતમાં 108 એમ્બ્યુલેન્સ દવારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા તેમજ ફાયર બ્રિગેડના જવાનો દવારા સમયસર આગ ઓલવી લેવામાં આવી હતી.જોકે આગને કારણે ઘર વખરી બળી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande