પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)લુખાસણ ગામમાં 14 વર્ષ પછી ચોમાસાના નવા નીર સાથે સરસ્વતી નદી ફરીજીવંત થઈ છે. ઉમરેચા રિવર ચેકડેમ પાસે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને નદીમાં પાણી આવતાં ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે વડીલો, બહેનો અને માતાઓએ પણ ઉમંગભેર ભાગ લીધો હતો.
નદીમાં પાણી આવતાં આસપાસના ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે હવે દર વર્ષે ચેકડેમ ભરાઈ રહેશે, જેના કારણે ખેતીમાં સતત પાણી મળશે અને પાણીની અછત દૂર થશે.
ગામલોકો અને ખેડૂતોએ સરકાર તેમજ સંબંધિત વિભાગોને ચેકડેમની યોગ્ય જાળવણી અને પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે વિનંતી કરી છે. તેમનું માનવું છે કે યોગ્ય આયોજનથી ખેતી વિકાસ પામશે અને ગામની સમૃદ્ધિ જળવાઈ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ