રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવસભર વિદાય આપી
ગાંધીનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.
વડાપ્રધાનને એરપોર્ટ ખાતે વિદાય આપવા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, જીએડીનાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા અને ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ