મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025-26નું આયોજન આર.જે. પટેલ વિનય વિદ્યાવિહાર, આખજ ખાતે થયું હતું. આ સ્પર્ધાઓમાં વિસનગરના સરદાર પટેલ વિદ્યા સંકુલ અને સંકળાયેલા વિદ્યાલયોના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે.
ડૉ. કિરણ પટેલ હેપ્પી ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, વિસનગરના 6 થી 14 વર્ષના વય જૂથમાં ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન તેમજ સમૂહ ગીત સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું. શેઠશ્રી મુ.લ. અને શેઠશ્રી મો.હ. સરદાર પટેલ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓમાં પટેલ જીયા ચિરાગકુમારે (6 થી 14 વર્ષ) ભરતનાટ્યમ્ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું, જ્યારે પટેલ આસ્થા અમિતકુમારે (15 થી 20 વર્ષ) ભરતનાટ્યમ્ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું. ઉપરાંત, 21 થી 59 વર્ષના વય જૂથમાં પટેલ બ્રિજેશકુમાર જયંતીલાલ (માધ્યમિક શિક્ષક)એ કાવ્યલેખન સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને સંસ્થા ગૌરવ વધાર્યું.
આ તમામ વિજેતા સ્પર્ધકો તથા માર્ગદર્શક ગુરુજનોને સરદાર પટેલ વિદ્યા સંકુલ, વિસનગર તથા શ્રી લેઉવા પાટીદાર વિદ્યોત્તેજક સંસ્થા તરફથી અભિનંદન પાઠવાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR