સિદ્ધપુરને મળ્યું આધુનિક જેટિંગ કમ સક્શન મશીન
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરની ભૂગર્ભ ગટર વ્યવસ્થા હવે વધુ સક્ષમ બનશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા નગરપાલિકાને રૂ. 56,61,000 ના મૂલ્યનું એક અત્યાધુનિક જેટિંગ કમ સક્શન મશીન ફાળવવામાં આવ્યું છે. 9000 લીટરની ક્ષમતા ધરાવતું આ મશીન
સિદ્ધપુરને મળ્યું આધુનિક જેટિંગ કમ સક્શન મશીન


પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરની ભૂગર્ભ ગટર વ્યવસ્થા હવે વધુ સક્ષમ બનશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા નગરપાલિકાને રૂ. 56,61,000 ના મૂલ્યનું એક અત્યાધુનિક જેટિંગ કમ સક્શન મશીન ફાળવવામાં આવ્યું છે. 9000 લીટરની ક્ષમતા ધરાવતું આ મશીન આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેનાથી ગટરની સફાઈ ઝડપી અને અસરકારક બનશે.

નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલના સતત પ્રયાસો અને રજૂઆતો સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂતના વિશેષ રસના પરિણામે આ મશીન સિદ્ધપુરને ફાળવવામાં આવ્યું છે. આ પગલાથી શહેરના નાગરિકોને ભૂગર્ભ ગટરની સમસ્યાઓ ઓછું અનુભવાશે તથા ચોકઅપની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

આ નવું મશીન કાર્યરત થવાથી સિદ્ધપુર શહેરમાં સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાને મોટો ટેકો મળશે. સાફસફાઈની નવી સુવિધા સાથે નાગરિકોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ પર્યાવરણનો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande