જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના યુવાન દિપકકુમાર પુનાભાઇ જાદવ કેબીસીના ઓડીશનમાં સિલેકટ થઇ ગઇકાલે તા.૨૫-૮-૨૦૨૫ને સોમવારના રોજ બોલીવુડના ખલનાયક અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બિરાજમાન થયા હતાં અને પોતાની સુજબુજથી ૧૨ પ્રશ્ર્નોના જવાબ આપી ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયા જીત્યા હતાં અને જામનગરનું ગાૌરવ વધાર્યુ હતું.
જામનગરના પૂર્વ બેંક કર્મચારી તેમજ હાલ ત્રીશાલી પાઉભાજીના સંચાલક પુનાભાઇ જાદવના પુત્ર તેમજ ભાજપ અગ્રણી સામતભાઇ પરમારના જમાઇ દિપકકુમાર પુનાભાઇ જાદવ કેબીસીની હોટસીટ ઉપર ગઇકાલે જોવા મળ્યા હતાં, તે કેબીસીના ઓડીશનમાં સીલેકટ થયા હતાં અને અઠવાડીયાના પહેલા જ દિવસે ફાસ્ટર ફીંગર ફર્સ્ટમાં જલ્દી જવાબ આપી ટોપ-ટુ સીલેકટ થયા હતાં. ફાસ્ટર ફીંગર ફર્સ્ટમાં જલ્દી જવાબ આપી ટોપ-ટુમાં સિલેકટ થયા બાદ જલ્દી પાંચમાં બે વ્યકિત વચ્ચે જે જલ્દી પાંચ જવાબ આપે તેને બોલીવુડના ખલનાયક અમિતાભ બચ્ચનની સામે હોટસીટ ઉપર બેસવાનો મોકો મળે છે, જે પ્રતિયોગીતામાં જલ્દી 5 જવાબ આપીને જામનગરના દિપકકુમાર જાદવે એ મોકો મેળવ્યો હતો અને હોટસીટ ઉપર બેસવા માટે સીલેકટ થયા હતાં.
હોટસીટ ઉપર બેસ્યા બાદ દિપકકુમાર અને અમિતાભ બચ્ચન વચ્ચે ઘણી વાતચીતો થઇ તેમજ દિપકકુમારના અંગત જીવન ચરીત્ર ઉપર પણ વાતચીતો થઇ જેમાં અમિતાભ બચ્ચને તેમના જીવન ચરીત્રની પણ પ્રશંસા કરી હતી તેમજ દિપકકુમાર સહિત તેમનો સમગ્ર પરીવાર કેબીસીના શોમાં જોડાયા હતાં, દિપકકુમાર અને તેમના પરીવારે અમિતાભ બચ્ચને સરપ્રાઇઝ પણ આપ્યું હતું તેમાં આઇલવ અમિતાભ સરનું પોસ્ટર આપ્યું હતું. ત્યારબાદ ઘણા મુશ્કેલ સવાલો તેમની સામે મુકાયા હતાં, દિપકકુમારે તેમની ૨૦ વર્ષની મહેનતથી તમામ સવાલોના જવાબ અત્યંત સુજબુજથી આપ્યા હતાં. દિપકકુમાર જાદવે હોટસીટ ઉપર બેસીને ૧૨ સવાલોના જવાબ આપ્યા હતાં અને ૧૨ લાખ ૫૦ હજાર પિયા જીત્યા હતાં જેમાં તેમણે ૩ લાઇફલાઇનનો પણ ઉપયોગ કર્યો હતો, તે ઉપરાંત તેમણે સુપર સન્ડુક નામની પ્રતિયોગીતામાં પણ નવ જવાબ સાચા આપ્યા હતાં તેમાં તેમણે તેમની બુઘ્ધી વાપરીને ૯૦ હજાર રૂપિયા લેવાની જગ્યાએ ઓડીયન્સ પોલ નામની લાઇફલાઇન જીવીત કરી હતી તે લાઇફલાઇનની મદદથી તેમણે ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાનો સવાલ હતો તેનો જવાબ આપ્યો હતો, ત્યારબાદ ૨૫ લાખના સવાલમાં તેમને ક્ધફયુઝન હતું તેથી દિપકકુમારે ત્યાં જ ગેમને કવીટ કરી નાખી હતી.
કેબીસીમાં સીલેકટ થતાં દિપકકુમારને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ જામનગરમાં તેમનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, કેબીસીમાં સીલેકટ થતાં દિપકકુમાર પુનાભાઇ જાદવે જામનગરનું ગૌરવ વધાર્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt