વેપારીના ગળા ઉપર છરો મુકી માથાભારે બચાવ બંધુઓએ 6.17 લાખ લૂંટી લીધા
સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરમાં અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા વેપારીને ગતરોજ બે બચાવ બંધુઓએ ધમકી આપી હતી. તેઓએ હમે મિલે બિના રાંદેર મે રહેતા હૈ ઔર સોપારી કા ધંધા કરતા હૈ, સોપારી કા ધંધા કરતા હૈ તો હમે પાંચ લાખ દેના પડેગા વરના ધંધા નહી કરને દેગે ઔર કો
વેપારીના ગળા ઉપર છરો મુકી માથાભારે બચાવ બંધુઓએ 6.17 લાખ લૂંટી લીધા


સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરમાં અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા વેપારીને ગતરોજ બે બચાવ બંધુઓએ ધમકી આપી હતી. તેઓએ હમે મિલે બિના રાંદેર મે રહેતા હૈ ઔર સોપારી કા ધંધા કરતા હૈ, સોપારી કા ધંધા કરતા હૈ તો હમે પાંચ લાખ દેના પડેગા વરના ધંધા નહી કરને દેગે ઔર કોઈ ભી મેટરમે ફસા દેંગે તેવી ધમકી આપી ઢીક મુક્કીનો મારમારી ગળા ઉપર છરો મુકી દીધો હતો. બાદમાં માથાભારે બચાવ બંધુઓએ વેપારી પાસેથી રોકડા રૂપિયા 6.17 લાખ લૂંટી લીધા હતા. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ અડાજણ પાટીયા, નિશાન સોસાયટીની સામે, લીંક કોર્નર એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલમુનાફ અબ્દુલસત્તાર નૈનપુરવાલા (ઉ.વ.47)એ ગતરોજ ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ ઈકબાલ બચાવ અને ફૈસલ ઈકબાલ બચાવ (રહે, અલફેશાની ટાવર જીલ્લાની બ્રિજ પાસે, રાંદેર) સામે ફરિયાદ નોધાવી છે. મૂળ રાજકોટ, ધોરાજી તાલુકાના બાહરપુર ધોરાજીના વતની અબ્દુલમુનાફે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. ગત તા 25 ફેબ્રુઆરીના રોજ સાંજના સાતેક વાગ્યે તેઓ ભત્રીજા સાથે ચોકબજાર, પંડોળ રહેમતનગર ચાર રસ્તા પાસેથી જતા હતા તે વખતે આરોપીઓએ તેમને ઉભો રાખ્યો હતો. અન હમે મિલે બિના રાંદેર મે રહેતા હૈ ઔર સોપારી કા ધંધા કરતા હૈ, સોપારી કા ધંધા કરતા હૈ તો હમે પાંચ લાખ દેના પડેગા વરના ધંધા નહી કરને દેગે ઔર કોઈ ભી મેટરમે ફસા દેગે તેવી ધમકી આપી હતી. તેમની ધમકીથી ગભરાયેલા અબ્દુલમુનાફે બેગમાંથી વેપાર ધંધાના રૂપિયા 6.42 લાખમાંથી ૨૫ હજાર આપતા આરોપી ઉશ્કેરાયા હતા. અને બંને જણાને ઢીકમુક્કીનો મરમારી તેમન ગળાના ભાગે રેમ્બો છરો મુકી બેગમાંથી રૂપિયા 6.17 લાખ લૂંટી લીધા હતા અને કિસો કો કુચ ભી બતાયા તો તુ ઔર તેના પરિવાર જીન્દા નહી રહેગે તેવી ધમકી આપી મોપેટ ઉપર નાસી ગયા હતા. બનાવ અંગે ચોક બજાર પોલીસે અબ્દુલમુનાફ નૈનપુરવાલાની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande