જમ્મુ, નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). માતા વૈષ્ણો દેવી તીર્થ માર્ગ પર અર્ધકુંવારી નજીક ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે રાહત અને બચાવ સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું સી-130 પરિવહન વિમાન બુધવારે જમ્મુ પહોંચ્યું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એનડીઆરએફ સામગ્રી લઈને સી-130 પરિવહન વિમાન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી જમ્મુ પહોંચ્યું હતું. આ ઉપરાંત, ચિનૂક અને એમઆઈ-17 વી-5 જેવા હેલિકોપ્ટર જમ્મુ, ઉધમપુર, શ્રીનગર અને પઠાણકોટમાં નજીકના બેઝ પર સક્રિય સ્ટેન્ડબાય પર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અર્ધકુંવારી નજીક વૈષ્ણો દેવી માર્ગ પર બચાવ કામગીરી ચાલી રહી છે, જ્યાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું જેમાં 32 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે અને 20 અન્ય ઘાયલ થયા છે.
દરમિયાન, બુધવારે ચોથા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ