કાર્બી આંગલોંગ (આસામ), નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરીને કાર્બી આંગલોંગ જિલ્લામાં 11 કરોડ રૂપિયાનું મોર્ફિન જપ્ત કર્યું. ગઈકાલે મધ્યરાત્રિએ આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પેટ્રોલિંગ દરમિયાન 10.71 કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ બુધવારે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, પોલીસે કાર્બી આંગલોંગ જિલ્લામાં લગભગ 11 કરોડ રૂપિયાનું મોર્ફિન જપ્ત કર્યું છે. ડેલાઈ વિસ્તારમાં 6 માઇલ વિસ્તારમાં એક ટ્રકને રોકવામાં આવી હતી, જ્યાં અધિકારીઓને ડ્રાઇવરની સીટ પાછળ છુપાયેલું મોર્ફિન મળી આવ્યું હતું.
ગેરકાયદેસર સપ્લાય નેટવર્કમાં સામેલ હોવાની શંકાના આધારે વાહનમાં બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ આ જપ્તીને પ્રદેશમાં ડ્રગ હેરફેરને રોકવાના પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા ગણાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ