નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું, શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે થયેલા જાનમાલના નુકસાન દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન ઘાયલોને શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ કરે. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. હું બધાની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિર નજીક ભારે વરસાદને કારણે, મંગળવારે ભૂસ્ખલનમાં 32 લોકોના મોત થયા હતા. વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર સ્થિત અધકવારી ગુફા મંદિરમાં ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ