પટણા, નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). બિહાર વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આવતા મહિને 15 સપ્ટેમ્બરે ફરી એકવાર બિહારની મુલાકાત લેશે. આ માહિતી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી 15 સપ્ટેમ્બરે બિહારના પૂર્ણિયાની મુલાકાત લેશે. તેઓ પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ સીમાંચલને કરોડો રૂપિયાની યોજનાઓ ભેટમાં આપશે. પીએમની આ મુલાકાત પ્રદેશ માટે વિકાસની નવી દિશા નક્કી કરશે.
પીએમ મોદીની આ મુલાકાતને લઈને ભાજપ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. પીએમ મોદીની આ બિહારની સાતમી મુલાકાત છે.
પ્રધાનમંત્રી મોદી, આ પહેલા છ વખત બિહારની મુલાકાત લઈ ચૂક્યા છે. ભાગલપુર, મધુબની, સાસારામ, સિવાન, મોતીહારી અને ગાયજીની મુલાકાત લીધા બાદ હવે પીએમ મોદી 15 સપ્ટેમ્બરે પૂર્ણિયાની મુલાકાત લેશે. અગાઉ, તેમની બધી મુલાકાતોમાં, તેમણે બિહારને કરોડોની ભેટ આપી છે. તેમણે ગયાજીમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. હવે તેઓ પૂર્ણિયાને એરપોર્ટની ભેટ આપવા આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ