ગુજરાતની અનામી પાર્ટીઓને મળેલા 4300 કરોડના દાન અંગે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ઘેર્યું
નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, બુધવારે ગુજરાતના અનેક અનામી રાજકીય પક્ષો પર 4300 કરોડ રૂપિયાના દાનનો આરોપ લગાવ્યો. તેમણે આ મુદ્દે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને તેની
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, બુધવારે ગુજરાતના અનેક અનામી રાજકીય પક્ષો પર 4300 કરોડ રૂપિયાના દાનનો આરોપ લગાવ્યો. તેમણે આ મુદ્દે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને તેની તપાસની માંગ કરી.

રાહુલ ગાંધીએ એક્સ પર એક સમાચાર પોસ્ટ કરીને કહ્યું કે, ગુજરાતમાં કેટલીક પાર્ટીઓ એવી છે જેમના નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે, પરંતુ તેમને 4300 કરોડ રૂપિયાના દાન મળ્યા છે. આ પાર્ટીઓ કાં તો બહુ ઓછી વાર ચૂંટણી લડી છે અથવા ચૂંટણી પ્રક્રિયામાં કોઈ નોંધપાત્ર રકમ ખર્ચ કરી નથી. આ દાવો એ જ સમાચારમાં કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલી મોટી રકમ ક્યાંથી આવી, આ પાર્ટીઓ કોણ ચલાવી રહ્યું છે અને આ પૈસા ક્યાં ગયા? શું કમિશન આની તપાસ કરશે કે પહેલા હંમેશની જેમ સોગંદનામું માંગશે? અથવા શું ચૂંટણી પંચ પોતે કાયદો બદલશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande