દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન, જાપાને, અમેરિકા સાથે ટેરિફ ઘટાડવા માટે કરાર કર્યા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) 7 ઓગસ્ટથી અમેરિકન ટેરિફ અમલમાં આવે તે પહેલાં, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને જાપાને મહત્વપૂર્ણ જાહેરાતો કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પના ગુસ્સાનો ભોગ બનવાનું ટાળવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ કોરિયાએ તેન
અમેરિકી  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) 7 ઓગસ્ટથી અમેરિકન ટેરિફ અમલમાં આવે તે પહેલાં, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને જાપાને મહત્વપૂર્ણ જાહેરાતો કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પના ગુસ્સાનો ભોગ બનવાનું ટાળવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ કોરિયાએ તેના કરારમાં નીચા ટેરિફ દર સુનિશ્ચિત કરવા માટે અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરવા અને 100 અબજડોલરનો લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદવા સંમતિ આપી છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, યુરોપિયન યુનિયને સંકેત આપ્યો છે કે, તે 750 અબજડોલરની અમેરિકન ઊર્જા ખરીદશે અને તેની કંપનીઓ ઓછામાં ઓછા 600 અબજડોલરનું રોકાણ કરવા તૈયાર છે. જાપાને કહ્યું કે, તે અમેરિકામાં રોકાણ માટે 550 અબજડોલરનું ભંડોળ સ્થાપશે.

દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પરંપરાગત પુરવઠો યુરોપ તરફ વાળવામાં આવ્યો ત્યારે જ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું, સીએનબીસી ના અહેવાલમાં જણાવાયું છે. યુરોપિયન યુનિયન અને અમેરિકાની ટીકા કરતા મંત્રાલયે કહ્યું, એવું ખુલાસો થઈ રહ્યો છે કે ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે વેપારમાં સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાતોરાત સોશિયલ મીડિયા પર નવી દિલ્હીને વધુ ઊંચા ટેરિફની ધમકી આપ્યા બાદ ભારતે કહ્યું કે અમેરિકા અને યોરીપિયન યુનિયન, રશિયન તેલની આયાત પર તેને નિશાન બનાવી રહ્યા છે.

યુરોપિયન કમિશનના ડેટા અનુસાર, 2024માં રશિયા સાથે યુરોપિયન યુનિયનનો દ્વિપક્ષીય વેપાર 67.5 અબજ યુરો (78.1 અબજડોલર) હતો, જ્યારે 2023માં તેનો સેવાઓ વેપાર 17.2 અબજ યુરો હતો. આ આંકડાઓ ટાંકીને, ભારતે કહ્યું કે, બ્લોકનો વેપાર ભારતના રશિયા સાથેના કુલ વેપાર કરતા ઘણો વધારે છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસના ડેટા દર્શાવે છે કે, માર્ચ 2025માં પૂરા થયેલા વર્ષ માટે નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $68.7 બિલિયન સુધી પહોંચ્યો છે, જે મહામારી પહેલાના 10.1 અબજડોલરના વેપાર કરતા લગભગ 5.8 ગણો છે.

ટ્રમ્પે સોમવારે ભારત પર ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવાની ધમકી આપ્યા બાદ ભારતનો પ્રતિભાવ આવ્યો છે, જોકે તેમણે ઉચ્ચ ડ્યુટીનું સ્તર સ્પષ્ટ કર્યું નથી. ગયા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિએ ભારતીય નિકાસ પર 25 ટકા ડ્યુટી અને અનિશ્ચિત દંડ લાદવાની ધમકી આપી હતી. તેમણે ભારત પર રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે તેલ ખરીદવાનો અને ખુલ્લા બજારમાં મોટા નફા પર વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો.

યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી રશિયા ભારતનો અગ્રણી તેલ સપ્લાયર બની ગયું છે. આ વર્ષની શરૂઆતમાં યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના એક અહેવાલ મુજબ, રશિયન આયાત દરરોજ લગભગ 1,00,000 બેરલ અથવા આક્રમણ પહેલા કુલ આયાતના 2.5 ટકાથી વધીને 2023 માં 18 લાખ બેરલ અથવા 39 ટકા થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande