સના (યમન), નવી દિલ્હી,05 ઓગસ્ટ (હિ.સ.)
રવિવારે યમનના દરિયાકાંઠે પલટી ગયેલી બોટમાં સવાર 154 સ્થળાંતર કરનારાઓમાંથી,
ફક્ત 12 લોકોને બચાવી
શકાયા. બાકીના 142 મુસાફરોના મોત
થયા. તે બધા ઇથોપિયાના છે. આ માહિતી, યમનમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય
સ્થળાંતર સંગઠનના વડા અબ્દુસત્તોર અસોવ દ્વારા આપવામાં આવી હતી.
ફ્રાન્સના લ્યોનથી સંચાલિત 'આફ્રિકાન્યૂઝ' ન્યૂઝ ચેનલના
સમાચાર અનુસાર, અસોવે જણાવ્યું
હતું કે,” અદનના અખાતમાં થયેલી આ દુર્ઘટનામાં ફક્ત 12 લોકોને બચાવી શકાયા છે, જ્યારે બાકીના 142 મુસાફરોને મૃત
માનવામાં આવે છે. અત્યાર સુધીમાં 68 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. આમાંથી મોટાભાગના પશ્ચિમ
યમનના ખાનાફાના કિનારે મળી આવ્યા છે.”
એક નિવેદનમાં, અબયાન સુરક્ષા નિર્દેશાલયે જણાવ્યું હતું કે,” દુર્ઘટનાને
ધ્યાનમાં રાખીને એક વિશાળ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.” સંયુક્ત
પ્રવાસન કેન્દના અહેવાલ મુજબ, “દર વર્ષે હજારો સ્થળાંતર કરનારાઓ (મોટાભાગે
ઈથોપિયનો) આફ્રિકાના હોર્નથી, યમન થઈને લાલ સમુદ્ર પાર કરીને સમૃદ્ધ ખાડી દેશોમાં
કામ શોધવા જાય છે. આ સૌથી વધુ મુસાફરી કરાયેલો માર્ગ સૌથી ખતરનાક માનવામાં આવે છે.”
આ વર્ષે માર્ચમાં, જીબુતી અને યમન વચ્ચેના સમુદ્રમાં ચાર બોટ પલટી જતાં 186
આફ્રિકનો ગુમ થયા હતા. આ સંદર્ભમાં, 2૦24 દુઃખદ હતું. આ વર્ષે 55૦ સ્થળાંતર કરનારાઓ મૃત્યુ
પામ્યા હતા. સંયુક્ત પ્રવાસન કેન્દ્રના જણાવ્યા અનુસાર,”યમનમાં ચાલી રહેલા
ગૃહયુદ્ધે, સ્થળાંતર કરનારાઓ માટે સુરક્ષા સંબંધી ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ