બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતીય બજારમાં 6 ઇન્ક ટૅન્ક પ્રિન્ટર લોન્ચ કર્યા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): બ્રધર ઇન્ટરનેશનલએ ભારતીય બજારમાં છ હાઇ-એફિશિયન્સી ઇન્ક ટૅન્ક પ્રિન્ટરની નવી શ્રેણી લોન્ચ કરી છે. કંપનીએ આ પ્રિન્ટરોને ઘરેલુ ઉપયોગકર્તાઓ, ઑફિસ પ્રોફેશનલો અને નાના બિઝનેસની વધતી પ્રિન્ટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે
બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતીય બજારમાં 6 ઇન્ક ટૅન્ક પ્રિન્ટર લોન્ચ કર્યા


નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): બ્રધર ઇન્ટરનેશનલએ ભારતીય બજારમાં છ હાઇ-એફિશિયન્સી ઇન્ક ટૅન્ક પ્રિન્ટરની નવી શ્રેણી લોન્ચ કરી છે. કંપનીએ આ પ્રિન્ટરોને ઘરેલુ ઉપયોગકર્તાઓ, ઑફિસ પ્રોફેશનલો અને નાના બિઝનેસની વધતી પ્રિન્ટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કર્યા છે. બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના આ છ હાઇ-એફિશિયન્સી ઇન્ક ટૅન્ક પ્રિન્ટરની શરૂઆતની કિંમત 13,990 રૂપિયાથી 35,590 રૂપિયા સુધી છે.

બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડિરેક્ટર સલીમ નિશી અને મેનેજિંગ ડિરેક્ટર આલોક નિગમે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કંપનીએ ક્ષમતા, ઉપયોગની સરળતા અને કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને હાઇ-એફિશિયન્સી ઇન્ક ટૅન્ક પ્રિન્ટરોનું ઉત્પાદન કર્યું છે. આ પ્રિન્ટરોની નવી લાઇનઅપ ભારતીય બજાર માટે સ્માર્ટ, વિશ્વસનીય અને ખર્ચ અસરકારક પ્રિન્ટિંગ સોલ્યુશન પૂરા પાડવાની બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોમાં રીમોટ એજ્યુકેશન સાધનોની વધતી માંગ અને નાના બિઝનેસના ડિજિટલાઇઝેશનના કારણે બહુમુખી અને કોમ્પેક્ટ પ્રિન્ટિંગ સાધનોની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે.

બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રિન્ટર રેન્જના અભિયાનની થીમ અનુભવને રંગીન બનાવો ત્રણ સ્પષ્ટ ઉપયોગના ઉદાહરણો દ્વારા જીવંત બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઑફિસ પ્રોફેશનલો માટે આ પ્રિન્ટિંગ અને કનેક્ટિવિટીને લઈને દૈનિક ઑફિસ રૂટિનને સરળ બનાવશે. કંપનીના આ છ હાઇ-એફિશિયન્સી ઇન્ક ટૅન્ક પ્રિન્ટરોમાં કોમ્પેક્ટ ડિઝાઇન, ઑટો ડુપ્લેક્સ પ્રિન્ટિંગ, મોબાઇલ અને વાયરલેસ કનેક્ટિવિટી, હાઇ-ક્વોલિટી આઉટપુટ, પ્રતિ પાનું સ્પર્ધાત્મક ખર્ચ, સ્પષ્ટ ડિસ્પ્લે પેનલ અને સ્પિલ-ફ્રી રીફિલ ટેક્નોલોજી જેવા મુખ્ય ફીચર્સ શામેલ છે.

મેનેજિંગ ડિરેક્ટર આલોક નિગમે જણાવ્યું કે બ્રધર ગ્રુપ માટે ભારત સૌથી મહત્વના બજારોમાંનું એક છે. આ નવી રેન્જ દરેક ક્ષેત્રની આધુનિક પ્રિન્ટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરેથી કામ કરવાનું હોય, ઑફિસ ડૉક્યુમેન્ટેશનનું મેનેજમેન્ટ કરવાનું હોય કે મોટા વ્યાવસાયિક જરૂરીયાતોને પૂરી કરવી હોય, આ લાઇનઅપ ભારતીય પરિવારો, પ્રોફેશનલો અને બિઝનેસ – તમામ માટે પરફોર્મન્સ, કાર્યક્ષમતા અને મૂલ્યનું યોગ્ય સંયોજન પ્રદાન કરે છે.

કંપનીના ડિરેક્ટર સલીમ નિશીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે આ નવી લોન્ચિંગ કંપનીના દૈનિક વર્કફ્લોમાં પ્રોડક્ટિવિટી અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક હેતુનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે બ્રધર ગ્રુપના વૈશ્વિક વિઝન અંતર્ગત કંપનીનો હેતુ અદ્યતન ટેક્નોલોજી દ્વારા ગ્રાહકોને સહાય પૂરી પાડવાનો છે. નિશીએ જણાવ્યું કે નવા ઇન્ક ટૅન્ક પ્રિન્ટરો બ્રધરના ઓથોરાઇઝ્ડ ચેનલ પાર્ટનર્સ, બ્રાન્ડ શોરૂમ તેમજ સમગ્ર ભારતમાં મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ઉપલબ્ધ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande