બિદર યુનિવર્સિટી ભ્રષ્ટાચાર કેસમાં, કર્ણાટકમાં 69 સ્થળોએ એક સાથે દરોડા
બેંગ્લોર, નવી દિલ્હી,10 સપ્ટેમ્બર (હિ.સ.) કર્ણાટકમાં બિદર વેટરનરી અને ફિશરીઝ યુનિવર્સિટીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં, લોકાયુક્ત અધિકારીઓએ રાજ્યમાં 69 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓના
રેડ


બેંગ્લોર, નવી દિલ્હી,10 સપ્ટેમ્બર

(હિ.સ.) કર્ણાટકમાં બિદર વેટરનરી અને ફિશરીઝ યુનિવર્સિટીમાં કથિત ભ્રષ્ટાચારના

આરોપોના સંદર્ભમાં, લોકાયુક્ત અધિકારીઓએ રાજ્યમાં 69 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે.

યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓના ઘરો અને ઓફિસો પર આ

દરોડા પાડવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપો અંગે બિદર લોકાયુક્ત ઓફિસમાં ફરિયાદ

દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના વેંકટ રેડ્ડી નામના વ્યક્તિ દ્વારા

નોંધાવવામાં આવી હતી. વર્ષ 2021 માં યુનિવર્સિટીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓના ઘરો

અને ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યભરમાં 69 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં બિદર

જિલ્લામાં 24, બેંગલુરુમાં 31, કોપ્પલમાં 2, ચિકમંગલુરુ

જિલ્લામાં 2 સ્થળો તેમજ હસન, રામનગર, કોલાર અને

ઉડુપીમાં દરોડા પાડવામાં આવ્યા છે.

ફરિયાદમાં ઉલ્લેખ છે કે,” 4 ઓક્ટોબર, 2૦21 ના રોજ 35

કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. આ સંદર્ભમાં લોકાયુક્ત દ્વારા હાથ ધરવામાં આવેલી

તપાસમાં 22 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે.”

લોકાયુક્તના એડીજીપી મનીષ ખરબીકરની દેખરેખ હેઠળ દરોડા

પાડવામાં આવ્યા હતા અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande