નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે, ઓલ ઈન્ડિયા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) એ બુધવારે નેવર અલોન નામની એઆઇ-આધારિત એપ લોન્ચ
કરી. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલ, આ એપનો હેતુ
કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે સ્ક્રીનીંગ, હસ્તક્ષેપ અને
પોસ્ટ-ઇન્ટરવેન્શન ફોલો-અપ પ્રદાન કરવાનો છે.
આ એપ વેબ-આધારિત છે અને તેનો ઉપયોગ વોટ્સએપ દ્વારા પણ
સુરક્ષિત રીતે કરી શકાય છે. આમાં, વિદ્યાર્થીઓને 24×7 વર્ચ્યુઅલ અને ઑફલાઇન કન્સલ્ટેશનની સુવિધા મળશે.
એઈમ્સ દિલ્હીના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડૉ. નંદ કુમારે
જણાવ્યું હતું કે,” એઈમ્સ દિલ્હી દ્વારા નેવર અલોન સેવા, તમામ એઈમ્સ સંસ્થાઓને મફતમાં
ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ગ્લોબલ સેન્ટર ઓફ ઇન્ટિગ્રેટિવ હેલ્થ દ્વારા ચલાવવામાં
આવી રહી છે.” તેમણે કહ્યું કે,” અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે માનસિક
સ્વાસ્થ્ય તપાસનો ખર્ચ પ્રતિ વિદ્યાર્થી પ્રતિ દિવસ માત્ર 70 પૈસા હશે.” ડૉ.
કુમારે કહ્યું કે,” આત્મહત્યા અટકાવી શકાય છે, પરંતુ સારવાર ન લેવાની વૃત્તિ એક મોટી અવરોધ છે. લગભગ 70-80 ટકા માનસિક
દર્દીઓને સારવાર મળતી નથી. આનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ અને સામાજિક કલંક છે.”
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ 7.27 લાખ લોકો આત્મહત્યા કરે છે. એટલે કે, દરરોજ લગભગ 1,925 મૃત્યુ થાય છે, સરેરાશ દર 45 સેકન્ડે એક
આત્મહત્યા. ભારતમાં, 2022 માં 1,70,924 આત્મહત્યા
નોંધાઈ હતી, જે છેલ્લા 56 વર્ષમાં સૌથી
વધુ છે. આમાં 18-30 વર્ષની વય જૂથના
35 ટકા યુવાનો અને 30-45 વર્ષની વય જૂથના
32 ટકા લોકોનો
સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ