346 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં, ઇડીએ દિલ્હી-એનસીઆર સહિત નવ સ્થળોએ દરોડા પાડ્યા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે દિલ્હી-એનસીઆર, તમિલનાડુ અને કર્ણાટકમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા હરિયાણા સ્થિત પાવર સેક્ટર કંપની અને તેના પ્રમોટરો દ્વારા 346 કરોડ રૂપિયાના કથ
ઇડી


નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે

દિલ્હી-એનસીઆર, તમિલનાડુ અને

કર્ણાટકમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા હરિયાણા સ્થિત પાવર સેક્ટર કંપની અને

તેના પ્રમોટરો દ્વારા 346 કરોડ રૂપિયાના કથિત બેંક છેતરપિંડીના કેસમાં મની

લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઇડીના ગુરુગ્રામ

પ્રાદેશિક કાર્યાલયે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં પાંચ, ચેન્નાઈમાં ત્રણ

અને બેંગલુરુમાં એક જગ્યા પર દરોડા પાડ્યા છે. તપાસ ગુરુગ્રામ સ્થિત હાઇથ્રો પાવર

કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સામે છે, જે ફડચામાં છે. તેના ડિરેક્ટરો અમુલ ગબ્રાની અને અજય કુમાર

બિશ્નોઈ ઉપરાંત, ઇડીની તપાસ કેટલાક

અન્ય લોકો સામે પણ ચાલી રહી છે.”

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીનો આ કેસ ફેબ્રુઆરી 2025 માં પ્રિવેન્શન

ઓફ મની લોન્ડરિંગ એક્ટ,

2002 હેઠળ નોંધાયેલી સીબીઆઈ એફઆઈઆર સાથે જોડાયેલો છે, જેમાં પ્રમોટરો પર તેમની કેટલીક સંકળાયેલી સંસ્થાઓને લોનની

રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ છે, જેનાથી બેંકોને નુકસાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande