રાધનપુરમાં બે સોલાર પ્લાન્ટમાંથી ₹30 લાખથી વધુની ચોરી
પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): રાધનપુર તાલુકાના ભાડીયા ગામના B-4 સોલાર પ્લાન્ટ અને વડનગર ગામના બ્લોક-3 સોલાર પ્લાન્ટમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ 2025 દરમિયાન અજાણ્યા ઈસમોએ બંને પ્લાન્ટમાં ઘૂસી ₹30,19,260 ની કિંમતના સોલાર પાર્
રાધનપુરમાં બે સોલાર પ્લાન્ટમાંથી ₹30 લાખથી વધુની ચોરી


પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): રાધનપુર તાલુકાના ભાડીયા ગામના B-4 સોલાર પ્લાન્ટ અને વડનગર ગામના બ્લોક-3 સોલાર પ્લાન્ટમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ 2025 દરમિયાન અજાણ્યા ઈસમોએ બંને પ્લાન્ટમાં ઘૂસી ₹30,19,260 ની કિંમતના સોલાર પાર્ટ્સ ચોરી ગયા હતા.

આ અંગે સિક્યુરિટી ઈન્ચાર્જ ભીમસિંહ ઇન્દરરાજસિંહ ગુર્જરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ IPC કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ચુસ્ત પગલાં લઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande