જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૧૨-૦૯-૨૦૨૫ને શુક્રવારે જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં ફલોક મોડયુઅલ નં.૧ તથા ૨ માં પી.વી.સી. ચોકઠા બનાવી ને બદલાવવાનું તથા એમ.એસ. સ્ટ્રકચર બનાવી ફીટીંગ કરવાનું કામ હોય તથા ગોકુલનગર ઈ.એસ.આર.માં પાણીની આવકની પાઈપ લાઈનમાં ફલોમીટર ફીટ કરવાનુ હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટને સંલગ્ન રવિપાર્ક, જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર. માંથી પાણી વિતરણ બંધ રહેવા પામશે.
જામનગર શહેરમાં પાણી વિતરણ કરતા રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો યોગેશ્વરધામ, સાયરામ એ.બી.સી., સ્વામી નારાયણધામ, વાયુનયર, સેનાનગર, આકાશ નગર, મુરલીધરનગર, બળદેવનગર, કનૈયા પાર્ક, રવિપાર્ક, ટાઉનશીપ, જય દ્વારકાધીશ-૧, ભક્તિનગર, મહાદેવના મંદિર સામેનો વિસ્તાર, ગાયત્રીનગર, નવી જુની ચાલી, આનંદ કોલોની, ભીંઠાવાળી, ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક-૧, બાલાજી પાર્ક-૨, આનંદ કોલોની સરકાર હોટલ વાળો વિસ્તાર, નવી ચાલી, બાલાજીપાર્ક-૩, મઘુવન સોસાયટી, મહાદેવનગર, યાદવનગર, રાધેકૃષ્ણ સોસાયટી, પુરબીયાની વાડી વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ઈવા પાર્ક, રઘુવીરપાર્ક, સુભાષપાર્ક, ન્યુ. નવાનગર, નિલકંઠ પાર્ક, મયુર ટાઉનશીપ, ખોડીયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક, શ્રીજીપાર્ક, મારૂતિનંદન, મારૂતિ રેસીડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલધામ, હરીધામ, આલાપ એવન્યુ તુલશીપાર્ક, સહજાનંદ પાર્ક, શનેશ્વરપાર્ક વિગેરે તથા ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગોકુલનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, પ્રજાપતિ સોસાયટી, દલવાડી સોસાયટી, સોમનાથ સોસાયટી, વૃદાવન-૧,૨, રામનગર, અયોધ્યાનગર, મારૂતિનગર, સરદારનગર, સરદાર પાર્ક, દ્વારકાધીશ સોસાયટી, દ્વારકેશ-૧થી ૫, માઘવબાગ-૧ થી ૬, મહાલક્ષ્મી પાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડીયારનગર વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt