જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા ચાર જુગારીઓની અટકાયત કરી છે, જ્યારે એક નાસી છૂટ્યો છે.
જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મસીતિયા ગામમાં જુગાર અંગે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નૂરમામદ ઇસ્માઇલભાઈ ખફી, ઇકબાલ હુસેનભાઇ ખફી, મુસા રણમલ ખફી હુશેન ઉર્ફે હુસેન ચોર ઇકબાલ ખફી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,050 ની રોકડ રકમ કબજે કરી છે. આ દરોડા દરમિયાન ઇમરાન ઉર્ફે ટકો ઇબ્રાહીમ નાસી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt