સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)-રિંગરોડની સોમેશ્વર ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી નાસીકની લાજરી હોલસેલ ટેક્ષટાઈલ માર્કેટના અને ઉત્તમ સ્વીટ રોઝરીના ભાગીદારોએ 13.58 લાખનો સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ઉઠામણું કર્યું હતું.
ક્રિષ્નાપાર્ક સોસાયટી ગોડાદરા ખાતે રહેતા અને રિંગરોડની સોમેશ્વર ટેક્ષટાઈલ માર્કેટમાં ઍન.કે. ફેશન ફર્મ નામની ધંધો કરતા ઘનશ્યામ જીવનરામ સૈની (ઉ.વ.40) જુન 2022માં રાજેશ શિવનાથ લિંગાયત અને રમસુક દાનારામ મુંડલ મળવા માટે આવ્યા હતા. આ બંને જણાએ પોતે નાસીકના ઓઝર ખાતે લાજરી હોલસેલ ટેક્ષટાઈલ માર્કેટ અને ઉત્તમ સ્વીટ રોઝરી ફર્મના નામથી ભાગીદારીમાં ધંધો કરે છે. અને પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાનુ કહી વિશ્વાસમાં લીધા બાદ 22 જુન 2022 થી 20 ઓક્ટોબર 2022 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી 13,58,702નો સાડીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આ બંને ઈસમોએ માલનું પેમેન્ટ નહી ચુકવતા ઘનશ્યામભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા તેમના ફોન નહી ઉપાડી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે