શ્રીનગર, નવી દિલ્હી,10 સપ્ટેમ્બર
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી બુધવારે, દક્ષિણ કાશ્મીરના
અવંતીપોરા અને બિજબિહાડામાં એક આતંકવાદીના ભાગી જવાના સંદર્ભમાં દરોડા પાડી રહી
છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” એસઆઈએ ટીમ પોલીસ સાથે મળીને,
અવંતીપોરા અને બિજબિહાડામાં બે સ્થળોએ દરોડા પાડી રહી છે. આ દરોડા હિઝબુલ આતંકવાદી
અમીન બાબાના ભાગી જવાના સંદર્ભમાં કરવામાં આવી રહ્યા છે.”
સમાચાર લખાય ત્યાં સુધી, કોઈ ધરપકડ કે રિકવરી અંગે કોઈ માહિતી મળી નથી. વધુ માહિતીની
રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ