સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.): અમેરિકા ખાતે સ્થાયી થયેલ બહેનના વેડછા ગામની જમીન વેચાણના હિસ્સા પેટે આવેલ 1.16 કરોડ તેના સગાભાઈઍ પચાવી પાડ્યા હતા. આટલુ ઓછુ હોય તેમ આરોપી ભાઈઍ ઍનઆરઆઈ બહેનની બોગસ સહી કરી પાનકાર્ડ બનાવી તેનો અનેક જગ્યાઍ ઉપયોગ કર્યો હતો. આખરે આ અંગે ઍનઆરઆઈ બહેનને ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે તેના સગાભાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સારોલી પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના ઍનાગામ, શિવાલીંક બંગ્લોઝ ખાતે રહેતા રંજીતાબેન નવીનચંદ્ર પટેલ (ઉ.વ.45)વર્ષ 1999થી અમેરિકામાં સ્થાયી થયા છે. સુરતમાં વેડછા ગામે આવેલી અંદાજે 12,950 ચો.મી.ની જમીન તેમના નામે,માતા-પિતા અને ભાઈના નામે સંયુક્ત નામે આવેલી છે. આ જમીન તા. 22 જુલાઈ 2015ના રોજ 4,72,63,500માં વેચાણ કરવામાં આવી હતી જેમાંથી રંજીતાબેનના હિસ્સામાં રૂ. 1,16,98,706 અને તેના ભાઈ ભાવિન નવીનચંદ્ર પટેલ (રહે,સણિયા હેમાદ ગામ, નિશાળ ફળિયું)ના હિસ્સામાં રૂ. 67,48,705 આવ્યા હતા. આ બંનેના હિસ્સાના કુલ રૂપયિ 1,84,47,411 સંયુક્ત રીતે બેંક ઓફ બરોડા,
કુંભારીયા શાખાના જોઈન્ટ ઍકાઉન્ટમાં મૂકવામાં આવ્યા હતા. જેતે સમયે ભાવીન પટેલે તેમને તમારા રૂપિયાની સારી વ્યવસ્થા કરી છે, 2025માં તને સારી રકમ મળશે. દરમિયાન રંજીતાબેનઍ હાલમાં ભાવીન પાસે તેમના હક હિસ્સામાં 1.16 કરોડ માંગતા ભાવીન પટેલે પૈસા નહી આપી પોતાના નાણાકીય લાભ માટે વાપરી નાખ્યા હતા. આટલુ ઓછુ હોય તેમ રંજીતાબેન અમેરિકા ખાતે હાજર હતા તે વખતે તેમના ખોટા દસ્તાવેજો અને નકલી સહી વાળું પાન કાર્ડ બનાવી તેનો પણ અન્યત્ર ઉપયોગ કર્યો હતો.
આ બનાવ અંગે રંજીતાબેન પટેલઍ ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે તેના ભાઈ ભાવીન પટેલ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે