રાંચીના ઇસ્લામનગરથી શંકાસ્પદ આઈએસઆઈએસ આતંકવાદીની ધરપકડ
રાંચી, નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.). દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ઝારખંડ એટીએસ (આતંકવાદ વિરોધી ટુકડી) અને રાંચી પોલીસની સંયુક્ત ટીમે એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. બુધવારે સવારે લોઅર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇસ્લામનગરમાં તબરક લોજમાંથી શંકા
શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ


રાંચી, નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.). દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ઝારખંડ એટીએસ (આતંકવાદ વિરોધી ટુકડી) અને રાંચી પોલીસની સંયુક્ત ટીમે એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. બુધવારે સવારે લોઅર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇસ્લામનગરમાં તબરક લોજમાંથી શંકાસ્પદ આઈએસઆઈએસ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ મળી આવ્યા છે.

શંકાસ્પદ આતંકવાદીની ઓળખ અશર દાનિશ તરીકે થઈ છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ઝારખંડ એટીએસ એ પલામુમાં પણ દરોડા પાડીને એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે. રાંચીમાં પકડાયેલો અસહર દાનિશ, મૂળ બોકારો જિલ્લાના પેટરવાડનો રહેવાસી છે. દિલ્હીમાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસના આધારે દિલ્હી સ્પેશિયલ સેલ લાંબા સમયથી તેને શોધી રહ્યો હતો, જેના પછી આ ધરપકડ શક્ય બની હતી. હાલમાં, ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકવાદીની સઘન પૂછપરછ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande