જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ યથાવત રાખવામાં આવી હતી. કાળી ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ વગેરેના ગુન્હા નોંધવામાં આવ્યા હતા.
જામનગરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટી એ, બી, સી, એલસીબી તેમજ ટ્રાફિક શાખાના પોલીસ જવાનો જોડાયા હતા.
પોલીસે કાળી ફિલ્મ લગાડીને જતી ૬૭ મોટર પકડી પાડી હતી. તે ઉપરાંત નંબર પ્લેટ લગાડ્યા વગરના ૨૦૫ વાહન પકડી પાડ્યા હતા. ફેન્સી નંબર પ્લેટ લગાડીને ફરતા પ૧ વાહન ઝડપાયા હતા. તે ઉપરાંત હથિયારબંધીનો ભંગ કરતા ૧૬ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ હતી. મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૫ હેઠળ નવ ગુન્હા નોંધવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt