મતિરાળા સેવા સહકારી મંડળીની ૬૭મી વાર્ષિક સભા અને નવા ભવનનું લોકાર્પણ
અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): મતિરાળા સેવા સહકારી મંડળીની ૬૭મી વાર્ષિક સામાન્ય સભા તથા નવા કચેરી ભવનનું લોકાર્પણ એક ભવ્ય સમારોહમાં યોજાયું. આ પાવન પ્રસંગે IFFCO અને NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમણે સ
મતિરાળા સેવા સહકારી મંડળીની ૬૭મી વાર્ષિક સભા અને નવા ભવનનું લોકાર્પણ


અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): મતિરાળા સેવા સહકારી મંડળીની ૬૭મી વાર્ષિક સામાન્ય સભા તથા નવા કચેરી ભવનનું લોકાર્પણ એક ભવ્ય સમારોહમાં યોજાયું. આ પાવન પ્રસંગે IFFCO અને NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમણે સહકારથી સમૃદ્ધિનો સંકલ્પ સાકાર કરવા સૌને આહ્વાન કર્યું.

સંઘાણી સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઈફ્કો દ્વારા તૈયાર કરાયેલા નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના સફળ ઉપયોગથી કૃષિ ક્ષેત્રમાં નવા દ્વાર ખુલ્યા છે. ખેડૂતો માટે આ આધુનિક ખાતરો ખર્ચ ઘટાડવામાં અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ બનશે. સહકાર આંદોલન મારફતે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવવા માટે સહકારી સંસ્થાઓનો ફાળો અત્યંત મહત્વનો છે તેવું તેમણે ઉમેર્યું.

આ પ્રસંગે પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર, જયંતીભાઈ પાનસુરીયા, ઠાકરશીભાઈ મેતલિયા, માવજીભાઈ ગોલ, રામભાઈ સાનેપરા, અરૂણભાઈ પટેલ, બી.એસ. કોઠિયા સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સભાસદ ભાઈઓ તથા બહેનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. સમારંભને કારણે સમગ્ર વિસ્તારમાં સહકાર અને વિકાસની નવી ઊર્જા પ્રસરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande