ગુજરાત જોડો અભિયાન અંતર્ગત મોઢેરા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.) આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલું “ગુજરાત જોડો” અભિયાન રાજ્યભરમાં જોર પકડી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક મોઢેરા ગામે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુ
ગુજરાત જોડો અભિયાન અંતર્ગત મોઢેરા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.)

આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલું “ગુજરાત જોડો” અભિયાન રાજ્યભરમાં જોર પકડી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક મોઢેરા ગામે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો તેમજ મહિલાઓએ ઉપસ્થિત રહી પોતાનો અવાજ ઉઠાવ્યો.

જનસભામાં ભાષણ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજા વર્ષોથી ભ્રષ્ટાચાર અને તંત્રની નિષ્ઠુરતાનો ભોગ બની રહી છે. સામાન્ય ખેડૂત, મધ્યમવર્ગીય પરિવારો અને બેરોજગાર યુવાનોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારતીય જનતા પાર્ટીના શાસન દરમ્યાન ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે અને લોકો માટેની મૂળભૂત સુવિધાઓ અવગણવામાં આવી રહી છે.

મોઢેરા ખાતે આવેલા લોકોનું કહેવું હતું કે, તેઓ રોજિંદા જીવનમાં તંત્રની લાપરવાઈ અને ભ્રષ્ટાચારના કારણે ત્રાસ ભોગવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ખેતીના મુદ્દાઓ પર લોકો સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે, આ અભિયાન દ્વારા તેઓ ગામ ગામ જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત લડત લડશે. મોઢેરાની જનસભાએ આંદોલનને નવી ઉર્જા પૂરું પાડી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande