અમરેલી એલ.સી.બી. દ્વારા ચોરીના ૬ બનાવનો ભેદ ઉકેલાયો
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓ સામે એલ.સી.બી. ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીને ચોરીના મોબાઇલ ફોન, મોટરસાયકલ તથા રોકડ રકમ સહિત કુલ કિંમતી રૂ. ૪૭,૫૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી સામે કુલ
અમરેલી એલ.સી.બી. દ્વારા ચોરીના ૬ બનાવનો ભેદ ઉકેલાયો


અમરેલી એલ.સી.બી. દ્વારા ચોરીના ૬ બનાવનો ભેદ ઉકેલાયો


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓ સામે એલ.સી.બી. ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીને ચોરીના મોબાઇલ ફોન, મોટરસાયકલ તથા રોકડ રકમ સહિત કુલ કિંમતી રૂ. ૪૭,૫૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી સામે કુલ છ ચોરીના બનાવોમાં સંડોવણી બહાર આવી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે છાપો મારીને આરોપીને કાબૂમાં લીધો હતો. તેની પાસે પરથી ચોરાયેલા મોબાઇલ ફોન, એક મોટરસાયકલ તથા રોકડ રકમ મળી આવી હતી. પોલીસે જ્યારે કડક પુછપરછ હાથ ધરી ત્યારે આરોપીએ અમરેલી સહિતના વિસ્તારોમાં છ અલગ-અલગ ચોરીના બનાવ અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના અધિકારીઓ તથા સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. અમરેલી જિલ્લામાં એલ.સી.બી.ની આ સફળ કામગીરીથી ચોરીના બનાવોમાં ઘટાડો થશે અને આરોપીઓને ચેતવણીરૂપ સંદેશો મળશે. સ્થાનિક લોકોમાં પણ કાયદો અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande