PM કિસાન યોજનાના નામે સાયબર ફ્રોડથી સાવધાન
અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): તાજેતરમાં ખેડૂતોને નિશાન બનાવી સાયબર ફ્રોડના નવા કેસો સામે આવી રહ્યા છે. અજાણ્યા નંબર પરથી PM કિસાન યોજનાના નામે મેસેજ મોકલી .APK ફાઇલ ડાઉનલોડ કરવા જણાવવામાં આવે છે. આવા મેસેજ ખોટા અને છેતરપીંડીયુક્ત હોય છે. જો કોઈ વ્યક્
PM કિસાન યોજનાના નામે સાયબર ફ્રોડથી સાવધાન


અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): તાજેતરમાં ખેડૂતોને નિશાન બનાવી સાયબર ફ્રોડના નવા કેસો સામે આવી રહ્યા છે. અજાણ્યા નંબર પરથી PM કિસાન યોજનાના નામે મેસેજ મોકલી .APK ફાઇલ ડાઉનલોડ કરવા જણાવવામાં આવે છે. આવા મેસેજ ખોટા અને છેતરપીંડીયુક્ત હોય છે. જો કોઈ વ્યક્તિ અજાણતાં આ ફાઇલ ડાઉનલોડ કરે તો તેના મોબાઇલમાં રહેલી વ્યક્તિગત માહિતી, બેન્ક ખાતાની વિગતો અને પાસવર્ડ્સ સાયબર ગુનેગારો સુધી પહોંચી શકે છે. પરિણામે નાણાકીય છેતરપીંડીનો ભોગ બનવાનો ખતરો ઊભો થાય છે.

ખેડૂતો અને નાગરિકોને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે કે PM કિસાન યોજના કે કોઈપણ સરકારી યોજના માટે આવી .APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરવી. આવા શંકાસ્પદ મેસેજ તરત જ ડીલીટ કરી દેવો. સરકાર કે અધિકૃત સંસ્થા ક્યારેય મેસેજ દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેતી નથી.

જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક થઈ જાય તો વિલંબ કર્યા વગર તરત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો. સમયસર જાણ કરવા પર નાણાં બચાવી શકાય છે. સાવચેતી જ સાયબર ગુનેગારો સામેનું શ્રેષ્ઠ હથિયાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande