મેક્સિકોમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, ત્રણના મોત, 70 ઘાયલ
મેક્સિકો સિટી (મેક્સિકો),નવી દિલ્હી,11 સપ્ટેમ્બર (હિ.સ.) મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીના ઇઝ્ટાપ્લાસામાં બુધવારે હાઇવે અંડરપાસમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા
ગેસ


મેક્સિકો સિટી (મેક્સિકો),નવી દિલ્હી,11 સપ્ટેમ્બર (હિ.સ.) મેક્સિકોની

રાજધાની મેક્સિકો સિટીના ઇઝ્ટાપ્લાસામાં બુધવારે હાઇવે અંડરપાસમાં ગેસ ટેન્કરમાં

વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા

હતા અને ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા

હતા. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, “શહેરના મેયર

ક્લેરા બ્રુગાડાએ સોશિયલ મીડિયા પર આગમાં ઘાયલ લોકોની યાદી જાહેર કરી હતી.

બ્રુગાડાએ પત્રકારોને જણાવ્યું હતું કે,” ઓછામાં ઓછા 19 લોકોની હાલત

ગંભીર છે.” ઘટનાસ્થળે પહોંચેલા બ્રુગાડાએ કહ્યું, આ દુઃખદ છે. ફરિયાદીની ઓફિસે તપાસ શરૂ કરી દીધી

છે.

મેક્સિકો સિટીના ગૃહમંત્રી પાબ્લો વાઝક્વેઝ કૈમાચોના

જણાવ્યા અનુસાર,”ટેન્કર ડ્રાઈવરને

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે હજુ પણ જીવિત છે, પરંતુ તેની હાલત

ગંભીર છે.” એવું જાણવા મળ્યું છે કે,” વિસ્ફોટ પછી લાગેલી આગમાં આસપાસના વાહનો પણ

લપેટાઈ ગયા હતા. આના કારણે ઇઝ્ટાપલાપામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જે એક મોટું

શ્રમજીવી વર્ગનું શહેર છે અને રાજધાનીનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જેમાં 18 લાખ લોકો રહે

છે.”

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,”ઘણા લોકો બળેલા

કપડાં સાથે ભટકતા હતા, પીડાથી કણસતા

હતા. બપોર સુધીમાં, અગ્નિશામકોએ આગ

ઓલવી નાખી હતી પરંતુ ગેસ ટેન્કરમાંથી લીકેજને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા

હતા.”

રાજધાનીના ફાયર

વિભાગના પ્રવક્તા જુડિથ રોડ્રિગ્ઝ વર્ગાસના જણાવ્યા અનુસાર,”ટેન્કરમાં હજુ પણ

લગભગ 20,000 લિટર (લગભગ 5,300 ગેલન) બળતણ

હોવાનો અંદાજ છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande