ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.)
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્હીના સહયોગથી ૧૧,૧૨,૧૩ સપ્ટેમ્બર દરમિયાન કાવ્યરચના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં સંસ્કૃતમાં કાવ્યરચના કરવા માટે પ્રશિક્ષણ આપવામાં આવશે.
કાર્યશાળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૧૧ તારીખે કરવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાન્તકુમાર સેનાપતિ, કુલસચિવની ડો. મહેશકુમાર મેતરા, અનુસ્નાતક વિભાગ અધ્યક્ષ પ્રોફેસર વિનોદ કુમાર ઝા, ડો. ડી. એમ. મોકરીયા તથા અધ્યાપકો અને છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. ડો. ડી. એમ. મોકરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોફેસર વિનોદ કુમાર ઝા તથા પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.
આ તકે મહાનુભાવો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા જેમાં કુલસચિવએ પ્રશિક્ષણ શબ્દનો અર્થ સમજાવી, કવિ બનવા ઇચ્છુક છાત્રોને શુભકામનાઓ પાઠવી હતી.
કુલપતિશ્રી દ્વારા કાવ્યરચના માટે વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન અને સતત અભ્યાસનું પણ મહત્વનું છે એવો ઉપદેશ આપી કાર્યશાળાની સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા.
અંતે ડો. રામકુમારી દ્વારા આભારવિધિ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં યુનિવર્સિટીના તેમજ સંલગ્ન મહાવિદ્યાલયોના કુલ ૪૫ છાત્રો પ્રશિક્ષણ મેળવશે. કાર્યશાળાનું સમાપન ૧૩ તારીખે થનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ