જુનાગઢ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢ, રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ યોજાનાર છે.
જે અન્વયે ૮ થી ૧૩ વર્ષના બાળકો (સામાન્ય) માટે એડવેન્ચર કોર્ષ, અનુસુચિત જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ, અનુસુચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર/બેઝીક કોર્ષનું વિવિધ તબક્કાવાર આયોજન થનાર છે.
આ કોર્ષમાં ભાગ લેવા માટે ઇચ્છુક નિયત નમુનાના ફોર્મ સાથે આધારકાર્ડની નકલ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો, આધારપુરાવાની નકલ જોડી કચેરી સમય દરમિયાન તા.૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ખાતે મોકલી આપવાના રહેશે. ઉપરોકત કોર્ષના ફોર્મ જે તે જિલ્લાના જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ