જૂનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢ, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચની સહાય યોજના કાર્યરત છે.
જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મેળવનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મંગાવવા માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૭/૯ /૨૦૨૫ સુધી અરજી કરી શકશે. ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ