જૂનાગઢ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) બાળ વૈજ્ઞાનિકો દ્વારા રોબર્ટિક કીટ, ફાયર અંગેની સમજણ, આધુનિક સમયમાં વિજ્ઞાનનો ઉપયોગ, માનવ શરીરની રચના જેવી ૬૧ કૃતી રજૂ કરવામાં આવી.નવાગામ પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ.આ પ્રદર્શનમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગણિત અને વિજ્ઞાનના મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા.
જેમાં રોબર્ટિક કીટ, ફાયર અંગેની સમજણ, આધુનિક સમયમાં વિજ્ઞાનનો ઉપયોગ, માનવ શરીરની રચના વગેરે જેવી ૬૧ પ્રકારની કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમનું માર્ગદર્શન શાળાના જ શિક્ષક વઘાસિયા તથા જૈમિનીબેન દ્વારા અને શીતલબેન દ્વારા આપવામાં આવ્યુ હતુ. આધ્યાત્મિક તથા વિજ્ઞાનનો સંબંધ અંગેની સમજણ આપતો 30 મિનિટ નો સ્લાઈડ શો શ્રી ખટારિયા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.
આમ, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ને બહાર લાવવા માટેનો આ પ્રદર્શન સાચા અર્થમાં ચરિતાર્થ થતું જોવા મળયુ હતુ. શાળાના સમગ્ર સ્ટાફગ દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી. જેમાં કાર્યક્રમ પૂર્ણ થઈ તમામ બાળકોને અલ્પાહારની વ્યવસ્થા ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, પીએમ નવાગામ પ્રાથમિક શાળા માં આસપાસ ના ૮ ગામોમાંથી અભ્યાસ માટે બાળકો અભ્યાસ માટે આવે છે.શાળાના શિક્ષકઓ અલકાબેન,અલ્પાબેન ,જલ્પાબેન, મનોજભાઈ, અલ્તાફભાઈ સીડા, વિલાસબેન, સવિતાબેન, પ્રજ્ઞાબેન દ્વારા વિવિધ વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી. વિવિધ વિસ્તારના નાગરિકોએ પ્રદર્શનને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ વિવિધ હાઇસ્કુલના અને પ્રાથમિકના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યુ હતુ.
રિસોર્સ પર્સન તરીકે રહેલ ગ્રીષ્માબેન, ગઢવી ભાઈ તથા રશ્મિબેન દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી સંભાળવામાં ટીડીઓશ્રી ઠાકોર, જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્ય અનકભાઈ ભોજક, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ઠુંમર, બીઆરસી કોડીનેટર મેવાડા, સાહેબશ્રી રિયાઝ ભાઈ, સી આર સી કો મનોજભાઈ, સરપંચ મૂળુભાઈ વાળા અને મહેન્દ્રભાઈ તેમજ એસએમસી દ્દ્વારા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતુ.આભાર વિધિ શાળાના આચાર્ય ડાકીભાઈ દ્વારા કરવામાં આવી હતી.આ તકે આસપાસના વિસ્તારના નાગરિકો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ