અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.)
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટરસાયકલ ચોરીના ગુનાહિત નેટવર્ક પર સફળ કાર્યવાહી કરી છે. મોઢેરા, કડી તથા બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી ગયેલી કુલ ૬ મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતીના આધારે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસએ સુત્રોના આધારે છાપા મારીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા. તેમની પાસેથી વિવિધ બ્રાન્ડની ૬ મોટરસાયકલ મળી આવી હતી, જે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ગામોમાંથી ચોરી કરાયેલી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, બંને આરોપીઓ મોટરસાયકલ ચોરી કરી તેને સસ્તા ભાવે વેચવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે હાલમાં વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી અન્ય કોઈ મોટું નેટવર્ક કે અન્ય સાગરિતો જોડાયેલા છે કે નહીં તે ખુલાસો થઈ શકે.
આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ સર્જાયો છે. પોલીસ મથકોએ ફરિયાદ નોંધાવનાર પીડિતોને હવે પોતાની વાહન પાછું મળવાની આશા ઉભી થઈ છે. મહેસાણા LCBએ આ સમગ્ર કાર્યવાહી કરી ગુનાખોરી પર કાબૂ મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR