કોર્ટમાંથી ફરાર થયેલો હત્યાનો આરોપી હાર્દિક પ્રજાપતિ સુરતથી ઝડપી લેવામાં આવ્યો
સુરત, 11 સપ્ટેમ્બર (હિ.સ.)- ચકચારી દીપેન પટેલ હત્યા કેસમાં દોષિત અને વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હાર્દિક પ્રજાપતિ કોર્ટમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયો હતો. પોલીસે ભારે કવાયત બાદ આ આરોપીને સુરતથી ઝડપ્યો છે. મળતી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બરના ર
આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો


સુરત, 11 સપ્ટેમ્બર (હિ.સ.)- ચકચારી દીપેન પટેલ હત્યા કેસમાં દોષિત અને વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હાર્દિક પ્રજાપતિ કોર્ટમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયો હતો. પોલીસે ભારે કવાયત બાદ આ આરોપીને સુરતથી ઝડપ્યો છે.

મળતી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બરના રોજ હત્યાના કેસમાં કોર્ટમાં રજૂ કરાયેલા હાર્દિકને સુનાવણી બાદ પોલીસ કર્મચારીઓ કોર્ટની કેન્ટીનમાં લઈ ગયા હતા. કેન્ટીનમાં પોલીસ પૈસા ચૂકવી રહી હતી, તે દરમિયાન હાર્દિક પોલીસની નજર ચૂકી કેન્ટીનમાંથી ભાગી ગયો હતો અને કોર્ટના પાછળના દરવાજા મારફતે ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અલગ-અલગ પોલીસ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે હાર્દિક સુરત રેલવે સ્ટેશન નજીક હોવાનું જાણવા મળતાં, ટીમે ત્યાં રેડ કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાર્દિક પ્રજાપતિએ વડોદરાના દરજીપુરા વિસ્તારમાં રહેતા દીપેન પટેલની હત્યા કરી હતી, કારણ કે દીપેન તેની પ્રેમલાઈનમાં અવરોધ બની રહ્યો હતો. આ કેસમાં તેને અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે પકડીને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપ્યો હતો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે કોર્ટમાંથી ફરાર થવામાં હાર્દિકને કોણે સહાય આપી હતી. કોઈ નાગરિક કે પોલીસકર્મી આમાં સામેલ છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે. જો પોલીસની ભૂમિકા પણ સામે આવશે, તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande