રાજુલા પોલીસ દ્વારા ગુમ થયેલી મહિલાની સફળતાપૂર્વક શોધખોળ
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): રાજુલા ટાઉન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને શોધવામાં રાજુલા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઘટના અંગે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. મહિલાના ગુમ થવાથી પરિવારજનોમાં ચિં
રાજુલા પોલીસ દ્વારા ગુમ થયેલી મહિલાની સફળતાપૂર્વક શોધખોળ


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): રાજુલા ટાઉન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને શોધવામાં રાજુલા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઘટના અંગે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. મહિલાના ગુમ થવાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

રાજુલા પોલીસએ માનવીય સૂત્રો (હ્યુમન સોર્સ) તથા આધુનિક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી શોધખોળ શરૂ કરી હતી. મોબાઇલ લોકેશન ટ્રેસિંગ, સીસીટીવી ફૂટેજ ચકાસણી તથા ગુપ્તચર માહિતીના આધારે પોલીસે શોધ કામગીરી આગળ વધારી હતી. લાંબા પ્રયત્નો બાદ મહિલાને સલામત હાલતમાં શોધી કાઢવામાં આવી અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું.

આ કામગીરીમાં રાજુલા પોલીસના અધિકારીઓ તથા સ્ટાફનો સમન્વય મહત્વપૂર્ણ રહ્યો હતો. ગુમ થયેલી મહિલાની સફળ પુન:પ્રાપ્તિથી પરિવારજનોમાં આનંદ ફેલાયો છે. પોલીસની તત્પરતા તથા તકેદારીના કારણે સમાજમાં કાયદો અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. રાજુલા પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande