કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં સમયમર્યાદા વધારી ખેડૂતોને રાહત
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ટ્રેક્ટર તથા અન્ય ખેત સાધનો ખરીદનારા લાભાર્થી ખેડૂતોને નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમયમર્યાદા વધારીને ૩૦ દ
કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં સમયમર્યાદા વધારી ખેડૂતોને રાહત


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ટ્રેક્ટર તથા અન્ય ખેત સાધનો ખરીદનારા લાભાર્થી ખેડૂતોને નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમયમર્યાદા વધારીને ૩૦ દિવસ સુધી લંબાવવામાં આવી છે.

ખેડૂતોને ઘણી વખત સબસીડી મંજૂર થયા બાદ નક્કી કરાયેલા સમયમાં સાધનો ખરીદવામાં મુશ્કેલીઓ આવતી હતી. ખાસ કરીને નાણાકીય વ્યવસ્થા, સપ્લાયમાં વિલંબ તથા વેપારી સ્તરે ઉભી થતી અડચણોને કારણે ખેડૂતોને સમયસર ખરીદી પૂર્ણ કરવી મુશ્કેલ બનતી હતી. સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતોને પૂરતો સમય મળશે અને તેઓ સહેલાઈથી જરૂરી યંત્રો તથા સાધનો મેળવી શકશે.

આ સાથે, ખેડૂતોને નવા જીએસટી દરનો સીધો લાભ મળશે જે તેમના આર્થિક ભારને ઘટાડશે. કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પ્રકારના પગલાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને ઉત્પાદનક્ષમતા વધારવામાં મદદરૂપ બનશે. રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે રાહતભર્યો અને સમયોચિત ગણાઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande