બીજાપુર,નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર
જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં શુક્રવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે
થયેલી એન્કાઉન્ટરમાં બે નક્સલીઓ માર્યા ગયા. બે ગણવેશધારી નક્સલીઓના મૃતદેહ સાથે
ઘટનાસ્થળેથી 303 રાઇફલ, વિસ્ફોટકો અને
દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
બસ્તરના આઈજી સુંદરરાજ પી. એ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું
કે,” સુરક્ષા દળોએ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું
હતું, જે દરમિયાન આજે
સવારે અથડામણ શરૂ થયું. બંને બાજુથી લગભગ બે કલાક સુધી ગોળીબાર થયા પછી, અત્યાર સુધી સર્ચ
ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળ પરથી 2 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી, અથડામણનું સ્થાન, ઓપરેશનમાં સામેલ
સુરક્ષા દળોની સંખ્યા અને અન્ય સંવેદનશીલ માહિતી હાલમાં શેર કરી શકાતી નથી. ઓપરેશન
પૂર્ણ થયા પછી વિગતવાર રિપોર્ટ અલગથી શેર કરવામાં આવશે.”
હિન્દુસ્તાન સમાચાર / રાકેશ પાંડે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ