ભારત અને યુરોપિયન યુનિયન એફટીએ, વાટાઘાટોના વહેલા નિષ્કર્ષ માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે: ગોયલ
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) એ ચાલુ મુક્ત વેપાર કરાર (એફટીએ) વાટાઘાટોના વહેલા નિષ્કર્ષ માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવા
ુદબત


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) એ ચાલુ મુક્ત

વેપાર કરાર (એફટીએ) વાટાઘાટોના વહેલા

નિષ્કર્ષ માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને

ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે,” સંતુલિત અને પરસ્પર

ફાયદાકારક એફટીએ બંને બાજુના લોકો

અને વ્યવસાયો માટે નવી તકો ખોલશે.”

ઈયુ વેપાર અને આર્થિક સુરક્ષા કમિશનર મારોસ સેફકોવિક અને કૃષિ

અને ખાદ્ય કમિશનર ક્રિસ્ટોફ હેન્સન અને ઈયુ પ્રતિનિધિમંડળ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે

મુક્ત વેપાર કરાર (એફટીએ)

પર વાટાઘાટોનું

નેતૃત્વ કરવા માટે 12-13 સપ્ટેમ્બરના રોજ

ભારતની બે દિવસીય મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને રાત્રિભોજન પર

મળ્યા. ગોયલે શુક્રવારે 'એક્સ' પર લખ્યું કે,”

હું મારા મિત્રનું સ્વાગત કરીને ખુશ છું.”

તેમણે કહ્યું કે,” ભારત-ઈયુ એફટીએ પર વાટાઘાટો ચાલુ હોવાથી, અમે તેના વહેલા

નિષ્કર્ષ માટે અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.” તેમણે લખ્યું કે,”

સંતુલિત અને પરસ્પર ફાયદાકારક એફટીએબંને બાજુના લોકો અને વ્યવસાયો માટે નવી તકો ખોલશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande