નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય
સંસ્થાઓના ડિરેક્ટરોની શોધ કરતી સંસ્થા, ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂશન્સ બ્યુરો (એફએસઆઈબી) એ સ્ટેટ બેંક ઓફ
ઇન્ડિયા (એસબીઆઈ) ના મેનેજિંગ
ડિરેક્ટર (એમડી) પદ માટે રવિ
રંજનની ભલામણ કરી છે. રંજન હાલમાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે અને મેનેજિંગ
ડિરેક્ટર વિનય એમ. ટોન્સેનું સ્થાન લેશે.
ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂશન્સ બ્યુરોએ શુક્રવારે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે,”બ્યુરોએ 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ એસબીઆઈમાં મેનેજિંગ ડિરેક્ટર (એમડી)પદ માટે નવ
ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા. એફએસઆઈબીએ ઇન્ટરફેસમાં તેમના પ્રદર્શન, તેમના એકંદર
અનુભવ અને હાલના માપદંડોને ધ્યાનમાં રાખીને એસબીઆઈમાં એમડીપદ માટે રવિ
રંજનની ભલામણ કરી છે.”
એફએસઆઈબીની ભલામણ પર અંતિમ નિર્ણય, વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા લેવામાં આવશે. રંજન હાલમાં એસબીઆઈમાં
ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે અને તેઓ મેનેજિંગ ડિરેક્ટર વિનય એમ ટોંસનું સ્થાન
લેશે, જેમનો કાર્યકાળ 30 નવેમ્બરના રોજ
સમાપ્ત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ