નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા
બાદ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહેલી વાર જાહેર કાર્યક્રમમાં દેખાયા. આજે
રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી.
રાધાકૃષ્ણનના શપથ ગ્રહણ સમારોહમાં ધનખડ હાજર રહ્યા હતા અને દેશના બીજા સર્વોચ્ચ
બંધારણીય પદની જવાબદારી સંભાળવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન તેમની
પત્ની સુદેશ ધનખડ પણ તેમની સાથે હતા.
રાધાકૃષ્ણનને તેમના નવા કાર્યકાળ માટે શુભકામનાઓ આપતા ધનખડે
કહ્યું કે,” તેમનો અનુભવ અને નેતૃત્વ ક્ષમતા રાષ્ટ્રીય હિતમાં નવા અધ્યાય લખશે.
કાર્યક્રમમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ હાજર રહ્યા હતા.”
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ
ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તેઓ જાહેર જીવનથી લગભગ દૂર
રહ્યા છે. રાજકીય વર્તુળોમાં તેમની હાજરીને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ
સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન
જેપી નડ્ડા સહિત સમગ્ર મંત્રીમંડળ હાજર રહ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય
પ્રધાન એકનાથ શિંદે, આંધ્ર પ્રદેશના
મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ