બૈરબી સાઈરંગ રેલ લાઈન બ્રિજ નં. 144 એ, એન્જિનિયરિંગનું એક અનોખું ઉદાહરણ
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જતો બૈરબી સાઈરંગ રેલ લાઈન બ્રિજ નં. 144 (કુરંગ બ્રિજ) એન્જિનિયરિંગનું એક અનોખું ઉદાહરણ બની રહ્યો છે. આ પુલ દેશનો બીજો સૌથી ઊંચો પિયર બ્રિજ છે, જે
બ્રિજ


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) મિઝોરમમાં રેલ કનેક્ટિવિટીને નવી

ઊંચાઈઓ પર લઈ જતો બૈરબી સાઈરંગ રેલ લાઈન બ્રિજ નં. 144 (કુરંગ બ્રિજ)

એન્જિનિયરિંગનું એક અનોખું ઉદાહરણ બની રહ્યો છે. આ પુલ દેશનો બીજો સૌથી ઊંચો પિયર

બ્રિજ છે, જે આવનારા સમયમાં

મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ આ પ્રદેશના વિકાસને પણ વેગ આપશે.

રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ

ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે,” આ પુલની સૌથી મોટી ખાસિયત તેની ઊંચાઈ

છે. તેનો સૌથી ઊંચો પિયર 114 મીટર છે, જે દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનાર કરતા 42 મીટર ઊંચો છે.

આટલી ઊંચાઈ પર મજબૂત અને સલામત માળખું બનાવવું એ ભારતીય ઇજનેરોની કુશળતાનો પુરાવો

છે.”

તેની ડિઝાઇન પણ ખાસ ધ્યાન આપીને, તૈયાર કરવામાં આવી છે.

તેમાં કુલ છ સ્પૈન છે અને દરેક સ્પાન માટે અલગ ગર્ડર બનાવવામાં આવ્યા છે. આ અનોખી

રચના, પુલને મજબૂતાઈ અને સ્થિરતા આપે છે. આ સાથે, આ પુલ ભૂકંપ સલામતીના ધોરણો અનુસાર બનાવવામાં

આવ્યો છે, જેથી તે ભૂકંપની

દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande