પોરબંદર શહેરમાં જુગાર રમી રહેલ 10 શખ્સો ઝડપાયા
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમા ભાદરવા માસમા પણ જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, પોરબંદરના ઈન્દીરાનગર રહેણાંક મકાનમા ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી 10 જેટલા શખ્સોને ઝડપી લીધા જયારે એક શખ્સ નાશી જવામા સફળ રહ્યો હતો. પોરબંદરના ઈન્દીરાનગર વિ
પોરબંદર શહેરમાં જુગાર રમી રહેલ 10 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમા ભાદરવા માસમા પણ જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, પોરબંદરના ઈન્દીરાનગર રહેણાંક મકાનમા ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી 10 જેટલા શખ્સોને ઝડપી લીધા જયારે એક શખ્સ નાશી જવામા સફળ રહ્યો હતો.

પોરબંદરના ઈન્દીરાનગર વિસ્તારમાં વિજય જેઠા કરગઠીયાએ રહેણાંક મકાનમા જુગારધામ શરૂ કર્યા હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પડયો હતો. આ દરમ્યાન વિજય જેઠા કરગઠીયા તેમજ ઉમેશ દિલીપ મોકરીયા, મનહર ઉર્ફે ભાયો દેવા લીંબોલા, યાકીબ ઇસ્માઇલ બેલીમ, નવાજ મજીદ બેલીમ, મોઈનખાન હસનખાન બેલીમ, ઈકલબાલ મહમદ બેલીમ, રાજુ ઉર્ફે નુકશાન દુદા ભરડા, દિપક નાથા ચુડાસમા અને યોગેશ ઉર્ફે ઓજસ નારણ ગોહેલને જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે બાલુ રામ ચુડાસમા નાશી જવામા સફળ રહ્યો હતો, પોલીસે સ્થળ પરથી રૂ.1,80,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande